હવે ક્યારે ?
હવે ક્યારે ?
1 min
275
એ અધૂરી વાતો કોણ જાણે કેમ અધૂરી રહી ગઈ !
ફરીથી આવી તારી મારી અલબેલી વાતો હવે ક્યારે ?
સવાર પડતા જ યાદ આવી જતી તું અને તારી વાત,
પણ સાંજની આપણી એ મીઠી મુલાકાતો હવે ક્યારે ?
કદાચ મેં આપેલું ગુલાબ પણ કરમાઈ ગયું હશે,
પણ રહી ગયેલી આપણી યાદોની મહેક હવે ક્યારે ?
નાની અમથી વાતોમાં બહુ થઈ ગયા લડાઈ ઝઘડા,
પણ આપણી વચ્ચે પાંગરેલો એ પ્રેમ હવે ક્યારે ?