STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

આંગણે

આંગણે

1 min
544

એક આગંતુક આવી ચડ્યો આંગણે.

ન પરિચય તોય આવી મળ્યો આંગણે.


હું ભોળી અતિથિ જાણી કર્યો સત્કાર,

આવી મુજ કુટુંબે કેવો ભળ્યો આંગણે.


રુપરાશિ, મધુભાષી કામદેવ અવતાર,

જાણે મનમાં વસી સળવળ્યો આંગણે.


દીધું ગુલાબ એણે સ્નેહ પ્રસારી વિચાર,

મનમોહક છબી નયનને ફળ્યો આંગણે.


હરાયું ચિત્ત, ગુલ પ્રેમ પ્રતિક દિલતાર,

વણનોતર્યો મહેમાન મેં ગણ્યો આંગણે.


એના ચહેરે નૂર જોબન ભરપૂર આકાર,

દઈ બેઠી દિલ પ્રેમપાઠને ભણ્યો આંગણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance