STORYMIRROR

Alpa Vasa

Romance

4  

Alpa Vasa

Romance

તને મારા સમ

તને મારા સમ

1 min
538

વરસાદ વરસે ને મારું મનડું તરસે,........(૨)

વરસતા વરસાદે મુને તારી યાદ તરસે,

હવે ના કહીશ મને, કે તું થોડું ખમ...

        તને મારા છે સમ.

     હો, તને મારા છે સમ.


સરિતા ને સાગરમાં આવી છે ભરતી, .......(૨)

ને હ્રદીયાના ઘોડાપૂરમાં હું તરતી,

હવે કાગળની હોડી કરી, બાળક થઈ રમ..

        તને મારા છે સમ.

      હો, તને મારા છે સમ.


ઝરમર વરસાદે ભીંજાય મારા રે ચીર,.....(૨)

ને પીયુ મિલન કાજે મુજ મનડું અધીર,

હવે રાખ ના કો...ઈ, તું લાજ કે શરમ.

         તને મારા છે સમ.

      હો, તને મારા છે સમ.


જોવો છે હવે આ સુગંધના દરિયાનો રંગ,..(૨)

આ ફરફર વાતા મીઠા વાયરાની સંગ,

હવે કોરાણે મૂ.....ક, સૌ વાદળાના ગમ.

        તને મારા છે સમ.

     હો, તને મારા છે સમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance