STORYMIRROR

Kuntal Shah

Romance

4  

Kuntal Shah

Romance

તું એટલે

તું એટલે

1 min
881

તું એટલે...

મારી સપ્તરંગી કવિતા,


પાનખર પછી ફુટેલી પહેલી કુંપળ,

મારી આંખોમાં બાઝેલું એક ઝાકળ,


ભીની સવાર ને બોઝલ સાંજ નું ભારણ,

મારી ખુશીઓ ને ખિલખિલાટ નું કારણ,


માવઠાં પછીની ભીની મહેકતી માટી,

ડાયરીમાં સુકાયેલા ગુલાબની પાંખડી,


ઉજાગરા પછીની આંખોની રતાશ,

હોઠ પર રહી ગયેલી કોઈ મીઠાશ,


મારા અસ્તિત્વના હોવાનો અહેસાસ,

મારા શ્વાસને ટકાવી રાખતો વિશ્વાસ,


કાગળો પર રેલાતી સંવેદનોની સ્યાહી,

શ્વેતશ્યામ જીંદગીમાં રંગોની પુરવણી,


મારા દરેક દિવસની એકમાત્ર ઝંખના,

મારી હર એક સાંજની એકજ પ્રતિક્ષા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance