STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance Others

4  

Kiran piyush shah "kajal"

Romance Others

હળાહળ ઝેર

હળાહળ ઝેર

1 min
351

હળાહળ ઝેર પી લીધું અહીં, શંકર ન માની લે,

સમાવું છું બધું ભીતર મને, સાગર ન માની લે.


કરું મંથન મળે લક્ષ્મી અહીંયા, એ સફળતા છે,

પછી ઐશ્વર્યનો સ્વામી બનું, કંકર ન માની લે.


હશે છોડો હવે ભૂલી અહીં, આગળ વધી જાઓ.

અમારી લાગણીને કંઈ તું, પથ્થર ન માની લે.


સંબંધો એટલે પાકાં નથી કીધાં ખબર છે કેમ ?

નથી પાયો હવે કાચો છતાં નક્કર ન માની લે.


છે પારંગત નથી અણઘડ છતાં એનો ફરક વરતાય,

નજરમાં ત્યાંજ ભરતી આવતી, સાગર ન માની લે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance