સાથ જીવનભરનો
સાથ જીવનભરનો
જાણતા ન હતા જયારે એકમેકને,
માત્ર જોયાં હતાં સપનાં કલ્પના કરી.
બંધનમાં બંધાયા જયારે એકમેકના,
હાથ ઝાલ્યો નિભાવવા સાથ જીવનભરનો.
લીધા વચન સાતને ફેરા સાત,
જીવન મરણ સુધીનો બાંધ્યો સંગાથ.
આવે સુખદુઃખને અડચણો અનેક,
સાથે મળી કરીશું સામનો હરએક દુઃખનો.
આવશે ઘડપણને બદલાયેલો રંગ,
એમાં પણ નિખરશે આપણાં પ્રેમનો રંગ.

