જીવનચક્ર
જીવનચક્ર
સાયકલના પૈડાંની જેમ જીવન ચાલ્યા કરે છે
કયાંક ખાડા તો કયાંક ટેકરા આવ્યા કરે છે,
રાત પછી દિવસ આમ ચક્ર ચાલ્યા કરે છે
આશા નિરાશા જીવનમાં આવ્યા કરે છે,
ઊગતાં સૂરજ નવી આશા લાવે છે
ઢળતી સાંજ જીવનમાં અનુભવ કરાવે છે,
અમાસ પૂનમનું ચક્ર ચાલ્યા કરે છે
સુખ પછી દુઃખ જીવનમાં આવ્યા કરે છે,
માનવ જીવન આમ ચાલ્યા કરે છે
ચડતીને પડતી જીવનમાં આવ્યા કરે છે.
