અસત્યનો ચહેરો
અસત્યનો ચહેરો
ના જાણી દુનિયાદારીની રીત
બસ નજર સામે રાખ્યું સ્મિત,
મળ્યા રસ્તે અસંખ્ય માનવી
સામે રાખ્યું બસ સ્મિત મારું,
કોઈ મળ્યા સાફ દિલના
ને કોઈ મળ્યા મહોરાં સાથે,
અંતરમનથી રાખું દિલને સાફ
આવનાર જનાર સામે રાખું સ્મિત મારું,
વફાદારી નિભાવવા મળે ના હરકોઈ
અસત્યનો ચહેરો મહોરાં સાથે ફરતો જગમાં.
