જીવી લઈશું
જીવી લઈશું
મળ્યા છીએ તો જીવી લઈશું
એકબીજામાં ખોવાઈ જઈશું,
મતભેદ તો આવતાં રહેશે
આપણે મનમેળથી જીવી લઈશું,
તારા મારા વચ્ચે તકરાર રહેશે
એમાં પણ એકરાર કરી લઈશું,
ના કહેવાતા મૌન રહીશું
અંતરમનથી વાત કરતાં રહીશું,
હસતાં રિસાતા જીવી લઈશું
એકબીજામાં આમ જ ભળતાં રહીશું.
