ફળ મીઠા
ફળ મીઠા
જેટલું કરીશું એટલું મેળવીશું
મહેનત કરનારના હોય ફળ મીઠા,
બીજ વાવીશું એવું જ પામીશું
બાકી બાવળ વાવી ફળ કયાંથી મળે ?
કરું મહેનત એટલું આપજે ઈશ્વર
નથી સંતોષાતી ભૂખ પૈસાના પાવરથી,
સુખ ભોગવું એટલું વાવી શકું
બચાવ કરી એનો દુઃખના સમયે વાપરી શકું,
એક વૃક્ષને મોટા થતાં લાગે થોડાં વર્ષો
એમ ધીરજ ધરી મહેનત કરતાં ફળ મળે મીઠા.
