ખુશીઓનો દિવસ
ખુશીઓનો દિવસ
આવ્યો રવિવારને નિરાંતનો દિવસ લાવ્યો
મોજ માણવાને ખુશીઓનો દિવસ આવ્યો,
અઠવાડિયાનો થાક ઉતારવા આવ્યો
બાળકોના સંગે રજાનો દિવસ આવ્યો,
પરિવાર સંગ મોજ કરવાનો દિવસ આવ્યો
મિત્રો સંગ સહેલાણી કરવાનો દિવસ આવ્યો,
અધૂરું કામ પૂરું કરવાનો દિવસ આવ્યો
સપ્તાહનું આયોજન કરવાનો દિવસ આવ્યો,
આવ્યો રવિવાર નિરાંતનો દિવસ લાવ્યો
મોજ માણવાને ખુશીઓનો દિવસ આવ્યો.
