પ્રેમમાં વિયોગ
પ્રેમમાં વિયોગ
પહેલાં વરસાદમાં જયારે આપણે મળ્યા હતાં
માટીની સુગંધ સાથે કેવા એકબીજામાં ભળ્યાં હતાં,
ઝરમર વરસતાં વરસાદમાં કેવાં ભીંજાયા હતાં
ને પહેલાં મિલનથી કેવાં એકબીજામાં ખોવાયા હતાં,
વર્ષોની ભૂખથી જેમ ધરતી મા તરસતી હતી
ને ટીપેટીપે લાગણીથી ભીંજાઈ કેવી છલકાતી હતી,
જોવા નયન એકબીજાને કેવાં શોધતાં હતાં
આંખોમાં આંખ પરોવી કેવાં પ્રેમને શોધતાં હતાં,
વળાંક લીધો જિંદગીએ કેવાં છૂટા પડ્યા હતાં
હૃદય પર હસ્તાક્ષર કરી કેવાં યાદમાં તડપતા હતાં,
પહેલાં વરસાદમાં આજ આખેઆખી ભીંજાઈ હતી
માટીની સુગંધમાં ટીપેટીપે બસ યાદ તારી જ ભળી હતી,
કયાંક વરસાદના રેલથી તારાહી સર્જી હતી
અંતરમન તારા જ વિયોગનો અહેસાસ કરાવતી હતી.