પથદર્શક પપ્પા
પથદર્શક પપ્પા
માથે આફત હોય હજારો છતાં
મુખ પર સદા હાસ્ય રાખનાર પપ્પા,
ધગધગતા તાપમાં જાતે તપીને
પરિવારને શીતળ છાંયો આપનારા પપ્પા,
ડગલેને પગલે સાથે ઊભા રહીને
આંગળી પકડી સાચો રાહ બતાવનાર પપ્પા,
નિરંતર જાગૃત રહીને
પરિવાર માટે પથદર્શક બનનાર પપ્પા,
દેખાતાં કઠોર પણ હૃદયથી કોમળ
સૌની જરૂરિયાતો પૂરી કરનાર પપ્પા.
