બેઠી છું
બેઠી છું


આંખોમાં સપનાઓનો સાગર લઈને બેઠી છું
સત્કારવા તને ફૂલોની આખી નાત લઈને બેઠી છું
આમ તો મને સાદગી પસંદ છે પણ પ્રેમમાં
આતૂર હું સોળે શણગાર સજીને બેઠી છું
તરસ છે વર્ષોની આપણી મિલનની
તને તૃપ્ત કરવા વાદળી આખી લઈને બેઠી છું
હૈયે તલસાટ છે તારા માટે જેમ ચાતકને વર્ષાનો
આંખોમાં રંગીન સપનાઓનું આખું નગર લઈને બેઠી છું
આમ તો હું એક વેપારી છું નફા ખોટનો હિસાબ રાખું છું
પણ તારા પ્રેમમાં પાગલ હું હર એક ક્ષણ તારા નામે કરી બેઠી
આમ તો જિંદગીનું હરેક ડગ વિચારીને માંડું છું
પણ તારી લાગણીમાં તરબોળ થઈ,
વગર વિચાર્યે તને દલડું દઈ બેઠી
આમ તો કોઈ મોલ નથી મારું બસ,
તારા સંગાથે, હું સોનું બની બેઠી