શૂન્યતા
શૂન્યતા
લકીર હતી બે પણ કિસ્મત એક બની,
એના ને મારા મનમાં પ્રેમની પ્રથમ કૂંપળ ફૂટી,
પહેલી નજરે આંખ મળી ને સ્મિતની લહેર પથરાઈ,
દિલનાં તાર જોડાયા ને મધુર કલરવની પ્રીત પાંગરી,
થયું મિલન પ્રેમીપંખીડાનું ને આંખો ભરાઈ ગઈ,
મધુર શમણાંઓ સજાવી નવજીવનની શરૂઆત થઈ,
"શું થયું અચાનક કે સૂનકાર વર્તાઈ ગયો.!
પ્રકાશિત જીવનમાં સાવ અંધકાર છવાઈ ગયો.!
સવાલ ઘણાં હતાં પણ પૂછાય તેવો અવાજ ક્યાં.?
મૌનમાં જ બાકી જિંદગીનો અર્થ સમજાઈ ગયો..!"
કેમ છૂટી લાગણી જે હતી જન્મોજનમની.?
એનાં અબોલાથી હું માળાની જેમ વિખરાઈ ગઈ,
સમજાયું નહીં કશું ને ગેરહાજરી છવાઈ ગઈ,
સળગતો રહ્યો એક પ્રશ્ન ને શૂન્યતા સર્જાઈ ગઈ.

