પ્રિયે, શું વિચાર કરું
પ્રિયે, શું વિચાર કરું
જ્યારે પ્રિયે તમને હસવું આવતું હશે
કેટલાં નસીબદાર હશે
જે તમારા મુખ પર સ્માઇલ જોતું હશે
એ આંસુ પણ કેટલા ખુશ કિસ્મત હશે
જે તમારા નયને શોભા વધારતા હશે
જ્યારે અંગત લાગણીથી ભીંજાતા હશે
નથી શબ્દો મારી પાસે તમારા કપાળે
શોભતી ટીલડીને વખાણમાં શું કહું
પુણ્યો તો કઇક કર્યા હશે જે નિર્જીવ થઈને
તમારા મસ્તકે નવા શણગાર સજી હાજર હશે
મફતમાં સાવ હક એ શું કંગનને શું આપી દિધો
નહોતો અનુભવ રંગ રીતનો જેણે
પહેલા તારા હાથો ની કમાલ જાણી
પછી તને વચને બાંધી હશે
કાને લટકતા જુમકાઓની તો
ફરિયાદ કરવી પડશે અદાલતમાં
અમે તો જોઈ શકતા નથી સદીઓથી
અને એણે કાન પકડી લીધા વગર ચાહયે
હજારો તીર્થે ઘૂમ્યો હશે કે કઈ
એનાથી પણ વિશેષ કહી દઉં
જે તારા મુખથી છૂટતા ખુશ્બુ ભર્યા શબ્દો સાંભળનાર
કેટલા ભવ સુધી પુણ્ય કર્યા હશે
વર્ણન કરતાં વિતે છે વર્ષો
શું હશે જગતની આવી રીતો
કોમળ હૈયે હરખ થશે કમલેશને
જ્યારે પ્રિયે આપણી મુલાકાત
ઓચીતી થશે મુસાફરીમાં

