STORYMIRROR

Deepa rajpara

Romance Others

4  

Deepa rajpara

Romance Others

સપ્તમે સખા

સપ્તમે સખા

1 min
382

નિખર્યું આપણું સહ અસ્તિત્વ એકમેક થકી

અપૂર્ણતાં બન્નેની પૂર્ણતા પામી એકમેક થકી,


બનશું એકબીજાની પૂરક કડી એકમેક થકી

ભવનો સંગાથ પ્રેમમાં પરિણમે એકમેક થકી,


યાત્રા ભવોભવની થશે સફળ એકમેક થકી

ભલે કંટક રાહમાં, કરીશું પાર એકમેક થકી,


ક્ષણો જીવનની બનશે ઉત્સવ એકમેક થકી

સઘળી અધૂરપને કરશું મ્હાત એકમેક થકી,


વચનો સહિયારા પાળીશું હોંશે એકમેક થકી

'દીપાવલી' મનીષ એક પ્રાણ એકમેક થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance