STORYMIRROR

Dinesh soni

Romance

4  

Dinesh soni

Romance

જવાબ દે

જવાબ દે

1 min
231

તરછોડી કેમ દિધો મને, જવાબ દે,

ભરમાવી કેમ દિધો મને, જવાબ દે.


પાગલ બન્યો' તો હું પ્યારમાં તારા,

શરમાવી કેમ દિધો મને, જવાબ દે.


તુટી ગયું દિલ મારૂ પડકારથી તારા,

ખખડાવી કેમ દિધો મને, જવાબ દે.


વચનો તો કેવાં મોટાં આપ્યાં'તાં તે,

લલચાવી કેમ દિધો મને, જવાબ દે.


વાતો તો તારી હતી પ્યારની સારી,

લલકારી કેમ દિધો મને, જવાબ દે.


પીછેહઠ કરે છે હવે કેમ એ તો કહે,

કરમાવી કેમ દિધો મને, જવાબ દે.


મુલાકાતો કેવી હતી આપણી 'દિન',

તરછોડી કેમ દિધો મને, જવાબ દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance