તમે મારી જિંદગીમાં આવ્યા છો
તમે મારી જિંદગીમાં આવ્યા છો
ઉદાસીન બની ગયેલાં મારા આ ચહેરા પર ફરી
એકવાર હસીનું કારણ મળી ગયું છે, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
અંતરમનમાં રહેલી પ્રેમની આશને તારા અવિરત
પ્રેમના ઝરણાંએ આપી અસીમ તૃપ્તિ, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
જિંદગીની દરેક પળને માણવા હતી બેતાબ તારા
સંગાથે માણી જીવનની દરેક પળ, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
બેરંગ હતી આ મારી જિંદગી ફરી એકવાર પ્રસરી
છે ખુશીઓની વસંત મારા જીવનમાં, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
નહતો નાતો તુજ સંગ કોઈ તોય આશ રહે સદા
જનમોજનમના કેરાં તારા સાથની, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
કારણ હતું ક્યાં આ જીવનમાં તુજ આગમને
મળી આ જીવનને નીત નવીન દિશા, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો
દિલના તો રોમ રોમમાં પ્રસરી છે તારી ખુશ્બુ
જેણે મહેકાવ્યું મારું જીવન વન, જ્યારથી
તમે મારી જિંદગીમાં આવ્યા છો

