દાંપત્ય જીવન
દાંપત્ય જીવન
યુવાનીની શરૂઆતમાં મળ્યાં ગમ્યાંને થયાં હતાં સગપણ,
ચોરીમાં અગ્નિની સાક્ષીએ ફેરાફરી શરૂ કર્યું દાંપત્ય જીવન.
જોયા હતાં ઘણાં મીઠા સપનાં સુખી લગ્નજીવન માટે,
સેવ્યા હતાં અનેક સારા શમણાં દાંપત્ય જીવન માટે.
કર્યું હતું નક્કી એકમેકને સુખ-દુઃખમાં સહભાગી બનશું,
કરી મદદ એકબીજાની ખરેખર સારા સાચા સાથી બનશું.
જોયા ઘણાં તડકા-છાંયા વર્ષોનાં દાંપત્ય જીવનમાં,
આપ્યો હંમેશ સાથ-સહકાર અને હૂંફ દાંપત્ય જીવનમાં.
રહ્યાં કરકસરથી સંતાનોની જરૂરિયાતો સંતોષવા માટે,
આવ્યું ચડ્યું વૃદ્ધત્વ જીવનસાથી સંગ સાથ આપવા

