તારી યાદ
તારી યાદ


ઝાકળ ભીની ઝળહળ તારી યાદ આવે છે,
ઝરણા જેવી ખળખળ તારી યાદ આવે છે.
રાત દિન કેવી નિરંતર હોય છે વ્યાકુળતા,
હરણાં જેવી ચંચળ તારી યાદ આવે છે.
મથું છું ભૂલવા પણ હું ભૂલી નથી શકતો ,
દરિયા જેવી ખળભળ તારી યાદ આવે છે.
સ્થિર રહેવા કરું મથામણ તોયે વ્યર્થ,
હ્રદયમાં તો વિહવળ તારી યાદ આવે છે.
ચાંદ સૂરજ તારલાં હરદમ જોયા કરું છું,
હજી કેવી પળપળ તારી યાદ આવે છે.