સથવારે
સથવારે
સપ્તવેદીથી શરૂ યાત્રા પરિપૂર્ણ કરવી છે મારે,
કોશિશ મારી એટલી તુજ સંગાથે રહેવું છે મારે,
હ્રદયમાં વસાવી તુજને સાથ નિભાવવો છે મારે,
હ્રદયનાં ભાવને શબ્દ બનાવી પ્રગટ કરવાં છે મારે.
નાની એવી એક દુનિયામાં વ્યસ્ત રહેવું છે મારે,
તુજ સંગ આનંદ ને મસ્તીમાં મસ્ત રહેવું છે મારે.
ના કોઈ ગમો કે અણગમો રાખવો મન માંહી મારે,
પ્રેમ એજ ચારેય વેદ અને પુરાણનો સાર છે મારે.
જ્ઞાતિ-ધરમ બધું ભૂલીને તારી સંગ રહેવું છે મારે,
સમય સંગ કદમ મિલાવી સથવારે ચાલવું છે મારે.

