STORYMIRROR

Mohammed Talha sidat

Romance Inspirational

4  

Mohammed Talha sidat

Romance Inspirational

હું કોણ?

હું કોણ?

1 min
252

હું રિસાયો તમે પણ રિસાયા તો પછી

આપણને મનાવશે કોણ ?


આજે તિરાડ છે કાલે 

ખાઈ બની જશે તો

પછી તેને ભરશે કોણ ?


હું મૌન તમે પણ મૌન તો પછી

આ મૌનને તોડશે કોણ ?

નાની નાની વાતોને દિલથી લગાવીશું તો

પછી સંબંધ નિભાવશે કોણ ?


છૂટા પડીને દુ:ખી 

હું અને દુ:ખી તમે પણ,

તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?


ના હું રાજી, ના તમે રાજી તો પછી માફ

કરવાની મોટાઈ દેખાડશે કોણ ?


યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે

તો આપણને ધૈર્ય આપશે કોણ ?


એક અહંમ મારો એક 

તારી અંદર પણ તો

પછી આ અહંમને હરાવશે કોણ ?


જિંદગી કોને મળી છે હંમેશ માટે

તો પછી આ વાતને વાગોળવા માટે 

અહીં રહેશે કોણ ?


આપણા બંનેના મરી ગયા પછી આ વાત

ઉપર કહે 'ધરમ' પસ્તાવો કરશે કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance