પરમ હું પ્રગટ મારામાં
પરમ હું પ્રગટ મારામાં
1 min
166
હું નહીં, કોઈ અલગ મારામાં,
કોરી માટીનો કસબ મારામાં,
ફેફસામાં ધૂણી ધખતી કાયમ,
કાળજે કોઈ કસક મારામાં.
જોગ સાધ્યો મેં વિજોગણ બનવા,
હું પરમને હું પ્રગટ મારામાં.
ચીર દાતણની કરી નાખે સહુ,
પણ કબીરાની ખટક મારામાં.
હું નહીં કોઈ અલગ મારામાં
કોરી માટીનો કસબ મારામાં
