STORYMIRROR

Mohammed Talha sidat

Drama

2  

Mohammed Talha sidat

Drama

મનુષ્ય તું પરેશાન કેમ છે ?

મનુષ્ય તું પરેશાન કેમ છે ?

1 min
55

તું એક આશરો શોધે છે,

સાંજ પડવા આવી છે વરસાદ પડવા લાગ્યો છે,

ત્યાં જ આંધી આવી ચઢી,

તું વિચારે છે કે કયાં વિશ્રામ કરું ?


જ્યાં જિંદગીના બધા જ બોજાઓ નીચે ઉતારીને

એકાદ પળ માટે થાક ઉતારું.

એક ઘેરથી બીજા ઘેર તું ભટકતો રહે છે.

દરેક જગ્યાએ તું પૂછે છે

'કોઈ અહીં છે ?'


દરવાજા ઉપર ટકોરા મારીને

ખૂલવાની પ્રતિક્ષામાં ઊભો રહે છે.


તું તો ઇચ્છે છે માત્ર આશરો

માત્ર આજ માટે, દુઃખ-દર્દથી બચવા માટે.


જો આજની રાત વીતી જાય તો

આગળ શું કરવું એ પછી વિચારીશ.


તું નિરંતર ચાલી રહ્યો છે.

દરેક જણને પૂછી રહ્યો છે આશરા માટે


પણ કોઈ પાસેથી કોઈ જવાબ નથી મળતો.

કયાંય કોઈ ખાલી જગા નથી.


બધાયે પોતાના હૃદયના ઓરડા બંધ કરી દીધા છે.

ઘસઘસાટ ઊંઘી ગયા છે.


કોઈ જાગ્યું નહીં.

બધા જ સપનાઓના સાગરમાં ડૂબી ગયા છે.


જિંદગીના બંધનોથી છૂટીને.

છેલ્લે તું પ્હોંચી જાય છે એક નદીના કિનારે.


નદીના કિનારે જિંદગીના બધા જ બોજ

તેં ઉતારી નાંખ્યા.


જે તું આજ સુધી ઊંચકીને ચાલ્યો હતો.

બધા જ દુઃખ અને દર્દના આવરણ‌ તે ઉતારી નાંખ્યા.


પછી ઊંડા પાણીની અંદર કોઈ સંકોચ વગર તું ઊતરી ગયો.

તેં એનું શરણ લીધું. કરેલા પાપોની 

માફી માંગવા માટે પ્રાર્થના કરી.


ચાલ્યા ગયા ઇર્ષ્યા, દ્વેષ, શત્રુતા અને અસાધ્ય રોગો.

પાણી દોડતું આવ્યું એની લહેરો સાથે

અને તને પ્રેમથી આલિંગન આપ્યું.


 સમાઈ ગયું‌ પાણી તારી અંદર

તારા પથ્થરોની નદી સાથે.


હે પુરુષ ! તું શા માટે પરેશાન થાય છે કે

તારું કોઈ ઘર નથી.તારુ કોઈ ઘર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama