STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Romance Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Romance Inspirational

'કરશું અમર પ્રેમને'

'કરશું અમર પ્રેમને'

1 min
352

કરશું અમર આ પ્રેમને, બસ સાથ ના છૂટે કદી,

બદલાય સઘળું વિશ્વ છો, અરમાન ના તૂટે કદી,


લૈલા બનીને ઢોળતી, અમૃત સમી એ લાગણી,

મજનુ પડે પાછો અહીં! ફરમાન ના ઘૂંટે કદી.


ના એક દિન ભાળે, વદન કરમાય થાતાં કોચલા !

છે ખૂબ આકર્ષણ નયનમાં, લાભ ના લૂંટે કદી.


બંધન રહે જન્મો જનમ એ ઝંખના ઝાંખી બની, 

પર્યાય મળતા રૂપ બદલે, વાત ફૂટે ના  કદી.


મજબૂર થઇ દેતા દગો કે અનુકરણ ફેશન તણું!

છલના વધી, ચોપાસ ભૂંડી, રાત ના ખૂટે કદી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance