STORYMIRROR

Lata Bhatt

Romance Others

4  

Lata Bhatt

Romance Others

દરિયો ડૂબ્યો નદીના વહેણમાં

દરિયો ડૂબ્યો નદીના વહેણમાં

1 min
256

કોણ જાણે શું મોકલ્યું હશે કહેણમાં,

દરિયો આખો ડૂબ્યો નદીના વહેણમાં.


દરિયાનો બદલાયો એવો મિજાજ,

મળવા ચાલ્યો ખુદ નદીને આજ,

જવલ્લે જ જોવા મળે એવું લાખેણમાં,

દરિયો આખો ડૂબ્યો નદીના વહેણમાં.


જળથી માંડી હશે જળે એવી વાત,

દિલથી દિલના પહોંચ્યા જઝબાત,

નેહના ઉમટ્યા એ પાણી બેઉં નેણમાં,

દરિયો આખો ડૂબ્યો નદીના વહેણમાં.


એ જળમાં અશ્રુના ય હશે બે બુંદ

શમણાનું આવ્યું હશે આખુ ઝુંડ,

કે પછી ચૂકત નીકળ્યા હશે દેણમાં,

દરિયો આખો ડૂબ્યો નદીના વહેણમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance