STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

મધુર મિલન

મધુર મિલન

1 min
608


ક્યારેય ના શકાય વિસરી મધુર મિલન આપણું. 

હતી સફળતા ઊભય ધારી મધુર મિલન આપણું. 


ના ડર, ભય કે શંકાની રેખા સુધ્ધાંયે મુખ ઉપરને,

જાણે કે થયા ગગનવિહારી, મધુર મિલન આપણું. 


વહેતો સ્નેહભાવ પરસ્પર અદ્રશ્ય રૂપે અવિરત,

મયૂર રહ્યા પોકારી આવકારી, મધુર મિલન આપણું. 


નયનમિલને શરમ શેરડા મુખે લાલિમા શણગારી,

મૃદુ પ્રેમસભર વેણને ઉચ્ચારી, મધુર મિલન આપણું. 


થયું અભિવ્યક્ત અંતર મનની મુખે આવી અટકી,

ગ્રીષ્મે વસંતને દીધી સઁવારી, મધુર મિલન આપણું. 


આવ્યો અંત પ્રતિક્ષાનોને નૈક્ટ્ય અનુભવાયું કેવું !

વિનસ ખુદ સિંગાર સજનારી, મધુર મિલન આપણું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance