લહેરાતી સુગંધ
લહેરાતી સુગંધ
સુંદર વાતાવરણ આજે બની ગયું છે,
સંધ્યા રંગીલી મજાની ખીલી રહી છે,
લહેરાઈ રહેલી મધુર સુગંધમાં વાલમ,
તારી યાદ મુજને ખૂબ સતાવી રહી છે.
તારાઓની મહેફિલ જમાવી દીધી છે,
તારા આગમનથી વાટ જોવાઈ રહી છે,
લહેરાઈ રહેલી મધુર સુગંધમાં વાલમ,
તુજને મળવાની તમન્ના વધી રહી છે.
સાવનની ઘટા પ્રેમથી સજાવી દીધી છે,
મારા તન મનમાં મસ્તી છવાઈ રહી છે,
લહેરાઈ રહેલી મધુર સુગંધમાં વાલમ,
મારા મનમાં મદહોંશી વ્યાપી રહી છે.
મિલનની તડપ હ્રદયમાં વધી રહી છે
મારી જીભ તારૂં જ નામ રટી રહી છે,
લહેરાઈ રહેલી મધુર સુગંધમાં "મુરલી",
મારૂં રોમ રોમ હવે તુજને ઝંખી રહ્યું છે.

