પ્રેમના વાદ...
પ્રેમના વાદ...
આજ મારા આ હ્રદયથી તે હરાવ્યો છે મને..
બંધ આંખોના મિલનથી તે વધાવ્યો છે મને...
હોય છે વસમી વિરહની વેદના ને એ પળો..
પૂછ તારા આ હ્રદયને તે વટાવ્યો છે મને...
લોકને દેખાય છે જે આ કલંક મારું જીવન..
તેં જ તો સોળે કળાઓથી સજાવ્યો છે મને...
પ્રીતની પીડાય કેવી આહલાદક હોય છે..
આંસુ વિણ તેં પણ હવે તો જો રડાવ્યો છે મને...
કેટલું સુંદર જગત જો, ચાહવા જેવું બન્યું..
જ્યારથી તેં પ્રેમના વાદે ચડાવ્યો છે મને