આતુર
આતુર
નથી તમને જોયા છતાં હું દીવાનો બની ગયો છું,
તસ્વીર તમારી જોઈને હું મસ્તાનો બની ગયો છું,
જરૂર તમે હશો મનનાં તરંગો લહેરાવવા જેવા,
એટલે જ તમને મળવા હું આતુર બની ગયો છુ.
સંદેશો તમારો વાંચીને હું રોમાંચિત બની રહ્યો છું,
સપનામાં રોજ નિરખવા હું બાવરો બની રહ્યો છું,
જરૂર તમે હશો દિલથી દિલને મેળવવા જેવા,
એટલે જ તમને મળવા હું આતુર બની ગયો છું.
તસ્વીરમાં તમારૂ મધુર સ્મિત હું નિરખી રહ્યો છું,
તમારા મધુર ટહૂંકા સાંભળવા હું થનગની રહ્યો છું,
જરૂર તમારા ટહૂંકા હશે સૂરીલી સરગમ જેવા,
એટલે જ તમને મળવા હું આતુર બની ગયો છું.
તસ્વીરમાં સુંદરતા નિરખીને હું પ્રેમ મગ્ન બન્યો છું,
તમારી સુંદરતાને માણવા માટે હું મધુકર બન્યો છું,
"મુરલી" જરૂર તમે હશો મારી પ્રેમની મૂરત જેવા,
એટલે જ તમને મળવા હું આતુર બની ગયો છું.

