પ્રકૃતિ શૃંગાર
પ્રકૃતિ શૃંગાર
પ્રકૃતિ તવ ખોળે,
હૂંફમાં નિરાંત ધરે હૈયું..
ભીતરે ભર્યું ઘણું
ના ભાળ એની તો યે ખીલતાં..
મહિમાવંત સ્વપ્ન
મનતરંગે પહોંચે ક્યાંય..!
પ્રકૃતિ તવ પટે
વસે સદા વાસ પરમનો..
માણી તવ ખુશ્બૂ જે -
લીલી હરિયાળી દે શીતતા..
ઉભરાતો ઉલ્લાસ
ચિદાનંદે ઈશ સાક્ષાત્કાર.
પરોઢે રવિ ઊગે
ને આથમી સંધ્યા ખીલે રાત્રી
આવી પૂગે ત્હીં શશી
તારાટોળી સંગ રચે રાસ..
પરમ ખેલ કેવો..?
સાથ સજે પ્રકૃતિ શૃંગાર.
