તું હું અને વરસાદ
તું હું અને વરસાદ
આવ્યો અષાઢી મેઘ ! તું હેલી બની જા ને હવે,
ઉમટે ઉરે ઉછરંગ ! તું વેલી બની જાને હવે,
મોસમ બની મદમસ્ત ! ભીંજાવું હવે તુજ સ્નેહમાં,
તું હું અને વરસાદ ! અલબેલી બની જાને હવે,
ઉન્માદ તો ચોપાસ છાંયો, ના રહે અળગી હવે,
જીવન તણાં રંગો તણી, રેલી બની જાને હવે,
સંસાર કરશું મધ સમો મીઠો, વચન દીધું તને,
વિશ્વાસ રાખી વેણ પર, ઘેલી બની જાને હવે,
અંબર ઝરે અમરત ! ધરા પુલકિત થતી, કર 'શ્રી' નજર !
અંતર ધરી લઈ હેત ! હરખેલી બની જાને હવે.
