ચોકલેટની દિવાની
ચોકલેટની દિવાની
ચોધાર આંસુડે રડતાં બાળકનાં ચહેરા પર સ્મિત ફરકાવે,
તાકાત એક નાનકડી ચોકલેટની, શું જબરી કમાલ બતાવે !
પારલે, કિસમી, મેલોડી, એકલેયર્સ એવું તો મન લલચાવે,
કિટકેટ, ફાઈવસ્ટાર, ડેરીમિલ્ક સ્વાદની દુનિયામાં સરકાવે !
મૂકતાં જ મોમાં પીગળી ચોકલેટ ચિંતાનાં ડુંગર પીગળાવે,
આબાલ વૃદ્ધની લાડકી સૌના દિલોદિમાગ પર રાજ ચલાવે !
પાંચથી પાંચસો કે દસથી દસહજાર, પાઈનો ફરક ન આવે,
બેફિકર ચોકલેટ મહેલથી ગરીબનાં ઝૂંપડે લટાર મારી આવે !
મ્હાત કર્યા એણે સોના ચાંદી, લોકો ચોકલેટ શોરૂમ બનાવે,
અવનવા રંગીન રેપરમાં લપેટાઈ મમ્મીઓનાં ફ્રીઝ સજાવે !
હૈયા સંગ હૈયાનાં તાર ચુટકીમાં જોડી પ્રેમ મિલન સધાવે,
ખુશીઓનો ફેલાવો કરી માનવતાનું કાજ ચોકલેટ બજાવે !
મીઠાઈઓમાં અવ્વલ ચોકલેટ મીઠાઈની મહારાણી કહાવે,
ચોકલેટ દિવાની 'દીપાવલી'નું મન માત્ર ચોકલેટ રિઝાવે !

