Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAKESH SUTHAR

Romance Fantasy

4  

RAKESH SUTHAR

Romance Fantasy

એ પ્રીત ના પાછી માંગી રે

એ પ્રીત ના પાછી માંગી રે

1 min
245


ડોલે છે આ જગ જે તાલે

એ ધૂન તો હવે લાગી રે,

દિલના તાર પર સૂર બેઠા

ને સુરીલી સિતાર વાગી રે,

કરી જે તુજથી મેં

એ પ્રીત ના પાછી માંગી રે,


તારા તરફ પગલાં જે માંડ્યા

એ સડક જ્યારથી ચાખી રે,

મૂકી બધુંય કોઈ ખૂણે

મે મંઝિલ તને રાખી રે,

કરી જે તુજથી મેં

એ પ્રીત ના પાછી માંગી રે,


આવીશ આ બાજુ કયારેક

વિચારી ડેલી ના વાખી રે,

વાટ જોઈને બેઠા ત્યાં જ

જાગી આંખ રાતો આખી રે,

કરી જે તુજથી મેં

એ પ્રીત ના પાછી માંગી રે,


જોઈ તને જે પળે મે

ચહેરા પર લટ વાંકી રે,

અને વરસ્યો મેઘ લાગણીનો

એ વાતો પર છત્રી ઢાંકી રે,

કરી જે તુજથી મેં

એ પ્રીત ના પાછી માંગી રે,


હિંમત ના થઈ કહેવાની

કરી અમે પાની પાછી રે,

હશે ક્યાંક એમને પણ

અમારા માટે લાગણી આછી રે,

કરી જે તુજથી મેં

એ પ્રીત ના પાછી માંગી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance