મારો એ સ્પર્શ
મારો એ સ્પર્શ
મારો કરેલો તમને એ સ્પર્શ,
હવે ક્ષણમાં હવસ લખાઈ જશે,,
વાતો સાંભળીને આવી બધી મારી
તમારા મનમાં છબી પણ એવી છપાઈ જશે,
"વાત શું કરવી એમનાથી ?"
પ્રશ્ન આવો પણ એક પૂછાઈ જશે,
બારણું તો ખુલ્યું જ ન'તું મળવા માટે,
જોવા માટે બારી હતી ; એ ય હવે વખાઈ જશે.

