છૂટા થાવું પડશે
છૂટા થાવું પડશે
હવે લગીરેક સ્વાર્થી થાવું પડશે,
આજ નહિ તો કાલ છૂટા થાવું પડશે.
અને પાછું તારી મારી વાતમાં,
બિચારી આ આંખોને ન્હાવું પડશે.
જતાઈ નથી શકતાં બેઉં એટલે,
પાછું મનમાં જ વિરહ ગાવું પડશે.
હવે લગીરેક સ્વાર્થી થાવું પડશે,
આજ નહિ તો કાલ છૂટા થાવું પડશે.
સપનાં બેયને બેઉં કરતાં વ્હાલા છે,
તો પહેલા એમને મળવા જાવું પડશે.
અહીં મારે જીવનો જુદારો વેઠવાનો છે,
'ને જગ કહે કે ભરપેટ ખાવું પડશે.
હવે લગીરેક સ્વાર્થી થાવું પડશે,
આજ નહિ તો કાલ છૂટા થાવું પડશે.

