Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Fantasy

4  

Jagruti rathod "krushna"

Fantasy

ચોમાસુ

ચોમાસુ

1 min
253


મોર બપૈયા સાદ કરે, કોયલ કરે મીઠો ટહુકાર ! 

વરસો મેઘા વરસો ને મેઘા, આજે અનરાધાર ! 


રાજી થયો તાત જગતનો, જોડાયા રૂડા હળ ! 

કરે વાવણી ખેતરે, મૂકાયા લાપશીના આંધણ ! 


શોભી ઊઠી છે ધરા સુહાની ઓઢી ધાની ચુનર ! ખીલી રહી વનરાઈ, પર્ણને ઊગી છે કૂણી ટશર ! 


છલકાયા નદી નાળા જઈ મળે સાગર કેરા પાર !

છેડે મધુર સંગીત, ઝરણ વહે ડુંગર કેરી ધાર ! 


મોસમ બને આહ્લાદક અને હોય અનેરો નજારો ! ચોમાસુ બેસે અને કુદરત સજે સોળ શણગારો !           


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy