વિજ્ઞાન
વિજ્ઞાન
લોકો અનેક બોર કરી જમીનથી પાણી ખેંચશે,
પાણી વિના જમીનમાં ખૂબ ગરમાવો આવશે.
ગરમાવો આવશે અને ઠેર ઠેર લાવા લાવશે,
લાવા આવશે અને ભૂગર્ભમાં પ્લેટો લડશે.
પ્લેટો લડશે અને વિશ્વમાં તે વિનાશ કરશે,
જેમ જેમ ખેડૂતો રાસાયણિક દવા છાંટશે.
દવા છાંટશે તેમ રોગનો ખૂબ ઉપદ્રવ વધશે,
ઉપદ્રવ વધશે તેમ ખેતરમાં અન્ન નવ પાકશે.
અન્ન નહિ પાકે તો સારી દુનિયા ભૂખે મરશે,
જેમ જેમ વિશ્વમાં વિજ્ઞાન આગળ વધશે.
તેમ તેમ વિજ્ઞાન હવાને ખૂબ અશુદ્ધ કરશે,
જેમ જેમ હવામાન બગડે તેમ ઋતુ ફરશે.
અને ઋતુ ફરશે તો કયારેક તાપમાન વધશે,
તો કયારેક કયારેક ખૂબજ વરસાદ પડશે.
ઘડી તાપમાન ઘડી વરસાદ ઘડી ઠંડી લાવશે,
વિશ્વેએ વિજ્ઞાનને આવકાર્યું પણ તે નડશે.
નવા નવા વાયરસ ફેલાવી નવા નામ આપશે,
"પ્રવિણ"ભલે લોકોને તે ગમતું વિનાશ સર્જશે.
