STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

તારી યાદ આવી

તારી યાદ આવી

1 min
347

શરદ પૂનમની રાતલડી આવી,

પ્રેમની શિતળ ચાંદની લાવી,

મસ્ત મહેંકતી વસંતમાં મુજને,

વાલમ તારી આજ યાદ આવી. 


રૂબરૂ મુલાકાત કરી જા વ્હાલી,

તડપ લાગી છે મિલનની તારી,

હવે ન તરસાવીશ વ્હાલી મુજને, 

વાલમ તારી આજ યાદ આવી.


કજરાળી તિરછી આંખ છે તારી, 

દિલથી મુજને ઘાયલ કરનારી.

પ્રેમ દિવાનો બનાવ્યો તે મુજને,

વાલમ તારી આજ યાદ આવી.


સુંદરતાની તું મૂરત છો મારી, 

સોળે શણગારમાં લાગે ન્યારી,

સપનામાં તું સતાવે છે મુજને,

વાલમ તારી આજ યાદ આવી. 


તું છો મારા સપનાની રાણી,

દિલના ઝૂલામાં તું ઝૂલનારી,

"મુરલી" દિલમાં સમાવીલે મુજને, 

વાલમ તારી આજ યાદ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance