STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

દિલમાં વસવા

દિલમાં વસવા

1 min
12

મારા સંગીતથી તુજને હું બોલાવું છું,

તારો પ્રેમ મેળવવા પ્રયત્ન હું કરૂં છું,

હું તો પ્રેમ રાગની ઉંડી સાધના કરીને

તારા દિલમાં વસવા હું જગા શોધું છું.


તારા નિખરતાં યૌવનને હું નિહાળું છું,

તારા યૌવનની શ્રૃંગારીક ધૂન બનાવું છું,

શ્રૃંગારીક ધૂનમાં તુજને મગ્ન બનાવીને,

તારા દિલમાં વસવા હું જગા શોધું છું.


મારા સંગીતથી પ્રેમની જ્યોત પ્રગટાવું છું,

પ્રેમ જ્યોતથી તારા દિલને અજવાળું છું,

પ્રેમ રાગના મધુરા આલાપો વહાવીને,

તારા દિલમાં વસવા હું જગા શોધુ છું.


હું મારા દિલથી પ્રેમનું સગીત રેલાવું છું,

પ્રેમના પંચમ સ્વરથી તુજને હું લહેરાવું છું,

"મુરલી" ધૂનમાં તુજને મદહોંશ બનાવીને,

તારા દિલમાં વસવા જગા હું શોધું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance