STORYMIRROR

Narendra K Trivedi

Fantasy Inspirational

4  

Narendra K Trivedi

Fantasy Inspirational

સહારો

સહારો

1 min
243

એક પર્ણ અકળાયું હતું, વૃક્ષનું બંધન હતું

થયું છૂટું વૃક્ષથી ઉડીને હવા સંગે વહેતુ થયું


હરખાયું ઉડતું ઉડતું ને જઈ પડ્યું નદી કાંઠે

કચડાયું લોકોના પગ તળે માટીથી ગંદુ થયું


અથડાતું કચડાતું જઈ પડ્યું વૃક્ષનાં છાંયડે

જડથી ના થવું અલગ અહેસાસ કરતું થયું


કહ્યું વાયરાને તાકાત તારી મેં જાણી ઘણી 

ડાળે ફરી મને લગાડી દે હવે તો અડધું થયું


ગયું પાણી, ગયો સમય કદી પાછો નાં મળે

સમજાયું હવે મને વૃક્ષથી હું છૂટું ખોટું થયું


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy