વસંત રંગીલી આવી
વસંત રંગીલી આવી
સુંદર મજાની ઋતું આવી છે,
તારી યાદ મને ખૂબ આવી છે,
દિલ દિવાનું મારૂં બન્યું છે વાલમ,
વસંત રંગીલી મધુર આવી છે.
સંધ્યા સોનેરી આજે ખીલી છે,
કોયલ મીઠો ટહૂંકાર કરી રહી છે,
પિયું પિયું સાદ સંભળાવી દે વાલમ,
વસંત રંગીલી મધુર આવી છે.
સાવનની ઘટા મેં સજાવી છે,
મન મયૂર કેંકારવ કરી રહ્યો છે,
જીભ પર તારૂં જ રટણ છે વાલમ,
વસંત રંગીલી મધુર આવી છે.
"મુરલી" એ વસંત રાગ છેડ્યો છે,
દિલની ધડકનો તાલ મેળવ્યો છે,
તા થઈ ત્ ત્ થેઈ નાચી જા વાલમ,
વસંત રંગીલી મધુર આવી છે.

