શા માટે ન કહું કે
શા માટે ન કહું કે
તુ જ મારી આંખ છો,
તુ જ આંખની દૃષ્ટિ છો,
હું તને શા માટે ન કહું કે,
તુ જ મારી દુનિયા છો.
તુ જ મારૂ હ્રદય છો,
તુ જ હ્રદયનો તાલ છો,
હું તને શા માટે ન કહું કે,
તુ જ હ્રદયની રાણી છો.
તુ જ મારી આરાધના છો,
તુ જ પ્રેમની જ્યોતિ છો,
હુ તને શા માટે ન કહું કે,
તુ મારા પ્રેમની દેવી છો.
તુ જ મારા પ્રેમનો રાગ છો,
તુ જ પ્રેમનો આલાપ છો,
હું તને શા માટે ન કહું કે,
તુ જ "મુરલી" ની તાન છો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

