STORYMIRROR

dhara joshi

Drama Inspirational

3  

dhara joshi

Drama Inspirational

હું કહું એમ કર્યાં કર

હું કહું એમ કર્યાં કર

1 min
315

મન કહે છે દિલને....

કોઈ ના પર જલ્દી વિશ્વાસ ના કર

નાની નાની વાતે રડ્યા ના કર

તું બસ હું કહું એમ કર્યાં કર,


એમનેમ જ ચીડાયા ના કર

ગુસ્સાને કંટ્રોલ કર્યા કર

તું બસ હું કહું એમ કર્યાં કર,


કોઈ ના કારણે મન ને દુભાવ્યા ના કર

વિતી વાત વાગોળ્યા ના કર

તું બસ હું કહું એમ કર્યાં કર,


તકલીફથી મૂંઝાયા ના કર

પોતાના પરનો આત્મવિશ્વાસ વધાર્યા કર

તું બસ હું કહું એમ કર્યાં કર,


કોઈનાથી આશ ના રાખ્યા કર

તું બસ તારી ફરજ નિભાવ્યા કર

તું બસ હું કહું એમ કર્યાં કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama