STORYMIRROR

dhara joshi

Abstract Others

3  

dhara joshi

Abstract Others

પણ આવડે

પણ આવડે

1 min
262

જીવનનાં દરિયામાં એકલા ડૂબી જતાં પણ આવડે

સારી હોડીનો નાવિક મળે તો તરતાં પણ આવડે,


બીજાના સુખ માટે જતું કરતાં પણ આવડે

પોતાની લાગણીને છૂપાવતાં પણ આવડે,


કોઈનાં ગમમાં એને હસાવતા પણ આવડે

પોતાનાં ગમ ને છૂપાવતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

નારીને તો દરેકને સમજતાં આવડે,


જીવનની રીત ને અનુસરતાં પણ આવડે

પોતાની રીતથી જીવતાં પણ આવડે,


સમય, સંજોગને સમજતાં પણ આવડે

પરિસ્થિતિ મુજબ વર્તતા પણ આવડે,


અશ્રુ ને છૂપાવતાં પણ આવડે

ખોટું સ્મિત ચહેરા પર લાવતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે

એક સ્રીને તો દરેકને સમજતાં આવડે,


મીઠી વાણી પાછળની કડવાશ ઓળખતાં પણ આવડે

સ્મિત પાછળનું દર્દ સમજતાં પણ આવડે,


પોતાની ઈચ્છાઓને સમર્પણ કરતાં પણ આવડે

બીજાની ઈચ્છાઓને સહકાર આપતાં પણ આવડે,


બોલવું હોય છતાં મૌન રહેતાં પણ આવડે

બીજાનાં મૌન ને સમજતાં પણ આવડે,


કોઈ સમજે કે ના સમજે 

ત્યાગની મૂર્તિને દરેકને સમજતાં આવડે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract