STORYMIRROR

dhara joshi

Abstract

3  

dhara joshi

Abstract

જીવનની કેટલીય પળોને

જીવનની કેટલીય પળોને

2 mins
234

કંઈક બની જઈએ જીવનમાં કંઈક કરી લઈએ,

એમાં જ જીવનની કેટલીય પળો આજે નહીં કાલે માણીશું પર છોડી છે......


પપ્પાના ચહેરા પરની ચમક ને, મમ્મીના મુખ પરના સ્મિત લાવવાના પ્રયત્નો દરેક સવારની સાથે કર્યા છે,

અને એનાં કારણે જ જીવનની કેટલીય પળો આજે નહીં કાલે માણીશું પર છોડી છે......


દિવસના દિવસ પાણીના વહેણની જેમ ચાલ્યાં જાય છે,

મહેનત દિવસે ને દિવસે વધતી જાય છે,

સપનાઓ પુરા કરવાની ઉંમરમાં બહુ ઓછો વક્ત રહી જાય છે,

એમ વિચારીને જીવનની કેટલીય પળો આજે નહીં કાલે માણીશું પર છોડી છે.......


કોઈવાર બીજાની સાથે સરખાવતાં એમ થઈ જાય છે, મહેનત તો મારી વધારે છે હોદ્દો બીજા લઈ જાય છે,

ચાલને ,કિસ્મત એની સારી હશે આપણે વધુ મહેનતની જરૂર રહેતી હશે એમ વિચારી ફરી ઊભું થઈ જવાય છે,

અને એ વિચાર સાથે જ,

જીવનની કેટલીય પળો આજે નહીં કાલે માણીશું પર છોડી છે......


પણ ફરી કોઈ પરિણામ આવી જાય છે, હતાશ કરી જાય છે

અને એ હતાશા ને કારણે,

જીવનની કેટલીય પળો ને આજે નહીં કાલે માણીશું પર છોડી છે......


કાંઈ ગમતું નથી, પછી સમય છે ને, ના અત્યારે મૂડ નથી એમાં ને એમાં

જીવનની કેટલીય પળો ને આજે નહીં કાલે માણીશું પર છોડી છે.....


અરે ક્યાં સુધી અને મારી સાથે કેમ આવું બની જાય છે,

એમ વિચારી ફરી થાકી જવાય છે,પણ હાર ના માનતા ફરીથી આજે નહીં તો કાલે આપણી મહેનતનું ફળ જરૂર મળશેની આશા સાથે ઊભું થઈ જવાય છે,

 અને એ આશ સાથે ફરીથી,

 જીવનની કેટલીય પળો આજે નહીં કાલે માણીશું પર છોડી છે.......


જીવનની રાહ છે એમાં તો આમ ચાલ્યું જવાનું,

 એમ વિચારી મન મહેનત કરવા તૈયાર થઈ જાય છે,

 અને એની સાથે ફરીથી

 જીવનની કેટલીય પળોને આજે નહીં કાલે માણીશું પર છોડી છે.                       


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract