Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dhara joshi

Tragedy Children

4.5  

dhara joshi

Tragedy Children

દાદાની ફરિયાદ

દાદાની ફરિયાદ

1 min
622


કેમ છે બેટા કેમ હું જ પૂછું,

શું તને દાદાની યાદ નથી આવતી !


તને તો હું રોજ યાદ કરું છું 

કેમ તને મારી યાદ નથી આવતી !


કોઈ વસ્તુ લેવાની તારી હઠ, તારા એ નાના પગલાંની ખનક

મને બહુ સાંભરે છે શું તને મારી સાથે વિતાવેલ પળોની યાદ નથી આવતી !


બજારમાં તારી મનપસંદ વસ્તુ જોતાં જ હું તને યાદ કરું છું

તો શું તને બીજાને એમનાં દાદા સાથે જોતાં મારી યાદ નથી આવતી !


ખાવાનું તો હું ખાવ છું,

પણ મીઠો ઓડકાર નથી આવતો

શું દાદા તમે જમ્યા એવું પૂછવાનું મન નથી થતું !


દવા તો હું લઉં છું, પણ જે માત્ર મને જીવતો રાખવા કાફી છે,

દાદા હવે તમને કેમનું છે, એમ પૂછ તો ખરા એ મને તંદુરસ્ત કાફી છે,

પણ શું તને મારા હાલચાલ લેવાનું મન નથી થતું !


તારા શહેરથી આપણાં ગામનું અંતર ઘણું છે

પણ દાદા હું તમને મળવા જલ્દી આવીશ એવી

આશા આપવાનું મન નથી થતું !


રિંગ તો મારા ફોનની વાગે છે, પણ કોઈ દિવસ તારા નામની રિંગ મારા ફોનમાં વગાડવાનું મન નથી થતું !

મને ખબર છે તું બહું વ્યસ્ત છે, પણ એની વચ્ચે દાદાનો અવાજ સાંભળવાનું મન નથી થતું !


ઝાઝી વાત ના કરીશ પણ તારી સફળતા તને મને જણાવવાનું મન નથી થાતું !

શું હું આમ જ ફરિયાદ કરે જ રાખું ? તને મારી ફરિયાદો પર પૂર્ણવિરામ મૂકવાનું મન નથી થાતું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy