STORYMIRROR

dhara joshi

Fantasy Thriller

4  

dhara joshi

Fantasy Thriller

જિંદગીની ઉત્તરાયણ

જિંદગીની ઉત્તરાયણ

1 min
268

ઉત્તરાયણ આવી રહી છે,

એકબીજાની નિંદાની પતંગો ચગશે,


હા માં હા મિલાવવાની ફીરકી પકડાશે,

પોતાને મોટું અને બીજાને નીચું બતાવાની ટસર થાશે,


આમાં કોઈ કોઈની મજાકની પતંગ કાપશે

એની ખુશીની બૂમો પાડવામાં આવશે,


હકીકતની વાત પર ઢીલ છોડવામાં આવશે

અફવાઓની પતંગ ને છાશ પીવડાવવામાં આવશે,


ખોટા દેખાવ માટે દાન કરવામાં આવશે

પોતાના અસલી સ્વરૂપને ગુપ્ત રાખવામાં આવશે,


સાચી વાતની પતંગ પર કાણા પાડી

ખોટી વાતની કિન્નાર બાંધવામાં આવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy