મારા ઘરની બારી
મારા ઘરની બારી
તને રસ્તે જાતાં નીરખતી મારા ઘરની બારી,
તને ભાળી કેવી હરખતી મારા ઘરની બારી,
સૂમસામ શેરી પણ જાણે સજીવન થૈ જતી,
તારામાં સર્વસ્વ પરખતી મારા ઘરની બારી,
માર્ગના દ્રુમો પણ પલ્લવને ફરકાવતાં કેવાં,
દ્રશ્ય નિહાળીને મરકતી મારા ઘરની બારી,
સુગંધી પુષ્પો પણ તવ શિરે સ્પર્શી જનારાં,
સાફલ્ય જિંદગીનું સમજતી મારા ઘરની બારી,
કરી કોકિલ મયૂર ટહૂકાર આગમનને વધાવે,
અનિમેષ બનીને નિહાળતી મારા ઘરની બારી.
